Rain Data:બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સર્જતા ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં આજે પણ વરસાદને લઇને હવામાન વિભાગે 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદનુ અનુમાન વ્યક્ત કર્યું છે. વરસાદની આગાહી વચ્ચે  વાપીમાં 7 ઇંચ વરસાદ વરસતાં ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.


વલસાડ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તાર જળમગ્ન થયા છે.  વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકામાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં નોંધાયો વરસાદ



  • વાપીમાં ખાબક્યો સાત ઈંચ વરસાદ

  • કપરાડામાં સાડા છ ઈંચ વરસાદ

  • પારડીમાં સાડા ચાર ઈંચ વરસાદ

  • ધરમપુરમાં સવા ચાર ઈંચ વરસાદ

  • ઉમરગામમાં પોણા ચાર ઈંચ વરસાદ

  • જોડીયામાં અઢી ઈંચ વરસાદ

  • છોટા ઉદેપુરમાં અઢી ઈંચ વરસાદ

  • નવસારીમાં અઢી ઈંચ વરસાદ

  • ખેરગામમાં સવા બે ઈંચ વરસાદ

  • જલાલપોરમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં વાલોડમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં સોનગઢમાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં આહવામાં સવા બે ઈંચ વરસાદ

  • કલાકમાં ગણદેવીમાં બે ઈંચ વરસાદ


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ડોલવણ, વ્યાયરા, મહુવા છુટવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  5 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ક્યાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.



  • ડોલવણમાં બે ઈંચ વરસાદ

  • વ્યારામાં બે ઈંચ વરસાદ

  • મહુવામાં પોણા બે ઈંચ વરસાદ

  • વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ

  • પાવી જેતપુરમાં પોણા બે ઈંચ વરસાદ

  • સંખેડામાં દોઢ ઈંચ વરસાદ

  • કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ

  • કામરેજમાં સવા ઈંચ વરસાદ

  • મોડાસામાં સવા ઈંચ વરસાદ

  • તાલાલામાં સવા ઈંચ વરસાદ

  • વાંસદામાં એક ઈંચ વરસાદ

  • વઘઈ,પલસાણામાં એક એક ઈંચ વરસાદ

  • સાગબારા, માંગરોળમાં એક એક ઈંચ વરસાદ

  • સુરત શહેર, સુબીરમાં એક એક ઈંચ વરસાદ

  • ભાભર, માળીયા હાટીનામાં એક ઈંચ વરસાદ

  • માંડવી, ગરુડેશ્વરમાં એક એક ઈંચ વરસાદ