મહારાષ્ટ્રમાં કોરોના વધુ ઘાતક બન્યો છે. રવિવારે એક દિવસમાં મહારાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ 16 હજાર 620 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસનો આંક 23 લાખ 14 હજાર 413 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 50નાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 52 હજાર 861 પર પહોંચ્યો છે.


મુંબઈમાં રવિવારે 1 હજાર 963, પુણેમાં 1 હજાર 780, ઔરંગાબાદમાં 752, નાગપુરમાં 1 હજાર 979 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં હાલ એક લાખ 26 હજાર 231 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.


મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈ અનેક શહેરોમાં વીકેંડ લોકડાઉન લાદી દેવાયું છે. તો રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં નહી આવે તો આખા રાજ્યમાં લોકડાઉનની ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે.


ઔરંગાબાદ અને નાસિકમાં નાઈટકફર્યૂ લાગૂ કરાયું છે. તો લાતૂરમાં રાત્રે આઠ વાગ્યા થઈ સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કફર્યૂ લાગૂ કરાયું છે. તો નાગપુરમાં આજથી 21 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.