દેશમાં હાલ પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં પણ પેટ્રોલના ભાવ વધશે તેવા સંકેત મળી રહ્યાં છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓગ્રા)એ ઈમરાન ખાન સરકારને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 16 રૂપિયા વધારવા રજૂઆત કરી છે. જો કે તેમ છતાં પણ પાકિસ્તાનીઓને ભારત કરતા પેટ્રોલ સસ્તુ પડશે કઇ રહી જાણીએ...
હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં તગડો વધારો થાય તેવા સંકેત મળી રહ્યાં છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઈમરાન ખાન સરકારને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 16 રૂપિયા વધારવા કહ્યું છે. પાકિસ્તાનમાં અત્યારે પ્રતિ લિટર પેટ્રોલની કિંમત રૂપિયા 111.90 રૂપિયા છે.
ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ ઈમરાન ખાનને રજૂઆત કરી છે કે, વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જો દેશમાં પેટ્રોલના ભાવ નહીં વધે તો કંપનીને મોટું નુકસાન થશે. પાકિસ્તાન સરકાર 16 ફેબ્રુઆરીથી 16 રૂપિયા નહીં પરંતુ પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરે તેવા સંકેત મળી રહ્યાં છે.
ઇમરાન ખાનની સરકારે પેટ્રોલના ભાવમો નહિવત વધારો કરીને પાકિસ્તાન સરકારે લેવી તરીકે લગાવાતા ટેક્સને ભરપાઈ કરવા નિર્ણય કર્યો છે. હાલ પાકિસ્તાનમાં પ્રતિ લિટર પેટ્રોલ પર 21.94 રૂપિયા અને હાઈ સ્પીડ ડિઝલ પર 22.11 રૂપિયાની પેટ્રોલિયમ ટેક્સ લગાવે છે.
https://www.globalpetrolprices.com પરથી મળતી માહિતી મુજબ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં 1 લિટર પેટ્રોલની કિંમત 111.90 પાકિસ્તાની રૂપિયા હતી. અમેરિકન ડોલરમાં આ કિંમત 0.698 છે. જો ભારતીય રૂપિયામાં જોઈએ તો તે 50.87 રૂ. થાય છે. તેમજ ડિઝલની કિંમત 116.08 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર હતી. ડોલરમાં આ 0.724 છે. આમ, ભારતીય રૂપિયામાં કિંમત રૂ. 52.77 રહી.
પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં લિટરે 16 રૂપિયા વધારવા ભલામણ, છતાં ભારત કરતાં બહુ સસ્તુ પડશે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Feb 2021 10:03 AM (IST)
દેશમાં હાલ પેટ્રોલ ડિઝલના ભાવ સતત વધી રહ્યાં છે. પાકિસ્તાનમાં પણ પેટ્રોલના ભાવ વધશે તેવા સંકેત મળી રહ્યાં છે. ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (ઓગ્રા)એ ઈમરાન ખાન સરકારને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 16 રૂપિયા વધારવા રજૂઆત કરી છે. જો કે તેમ છતાં પણ પાકિસ્તાનીઓને ભારત કરતા પેટ્રોલ સસ્તુ પડશે કઇ રહી જાણીએ...
- - - - - - - - - Advertisement - - - - - - - - -