રાજ્ય સરકાર આ અંગે આગામી એક દિવસમાં આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે. જો કે સૂત્રો પાસેથી એવી માહિતી જરૂર મળી છે કે કોરોના વકરે તેવા ભયથી સરકાર કર્ફ્યુ મુક્તિ આપવાના પક્ષમાં નથી.
જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થાય તો સરકાર સામે રોષ પ્રગટ થઈ શકે છે. એટલા માટે જ રાજ્ય સરકાર હાલ તો રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવાના પક્ષમાં નથી. સાથે જ બે માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહે તેવી પણ શક્યતા છે.