નવી દિલ્લીઃ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલના પંજાબ પ્રવાસ પહેલા આમ આદમી પાર્ટીના ધારસભ્ય નરેશ કુમાર યાદવ વિરુદ્ધ પંજાબના મલેર કોટલામાં હિંસા ભડકાવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 24 જૂન પંજાબના મલેર કોટલામાં એક ઘર્મ ગ્રંથના અપમાન મામલે પકડવમાં આવેલા આરોપીએ ખુલાસો કર્યો છે કે, આ સાજિસ પાછળ દિલ્લીના વિધાનસભાના ધારસભ્ય નરેશ યાદવનો હાથ છે.

પંજાબ પોલીસની ટીમ તેની ધરપકડ કરવા માટે દિલ્લી આવવાની સંભાવના છે. આના પર આમ આદમી પાર્ટીનું કહેવું છે કે,નરેશ યાદવ પંજાબમાં જ છે અને પાર્ટી પ્રવક્તા સંજય સિંહ સાથે પ્રત્રકાર પરિષદને સંબોધન કરશે. નરેશ યાદવ આ આરોપોનો ફગાવી દિધા છે.

નરેશ યાદવે આના માટે એક કરોડની ઓફર આપી હતી. નરેશ યાદવ આરોપોનો ઇન્કાર કરે છે. આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રભારી સંજય સિંહએ પોલીસ પર નરેશ યાદવને ફસાવવાનો આરોપ લગાવ્યો છે.