Sonali Phogat Murder Case: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુના સમાચાર 23 ઓગસ્ટના રોજ સામે આવ્યા હતા. લોકોને આશ્ચર્ય થયું કે એક હસતો ચહેરો અચાનક આ દુનિયા કેવી રીતે છોડી ગયો. ત્યારે સોનાલીની હત્યાની કહાની સામે આવી હતી. તેના સહયોગીઓ પર તેની હત્યાનો આરોપ હતો. સોનાલી ફોગાટ મર્ડર કેસમાં પહેલો કેસ ગોવાના અંજુના પોલીસ સ્ટેશનમાં તૈનાત ઈન્સ્પેક્ટર પ્રશાલની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો અને સુધીર સાંગવાન અને સુખવિંદરની કબૂલાત પણ સામેલ છે.
એબીપી ન્યૂઝ પાસે આ કેસની એક્સક્લુઝિવ ફરિયાદ કોપી છે, જેમાં આરોપીઓએ પોલીસની સામે સોનાલી ફોગાટની હત્યા, કાવતરું અને ફાંસી સુધીના ઘણા મહત્વપૂર્ણ અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જાણો ગોવાની અંજુના પોલીસે પોતાની ફરિયાદમાં શું લખ્યું છે.
અંજુના પોલીસ સ્ટેશનમાં 23 ઓગસ્ટના રોજ સવારે 9:22 વાગ્યે સેન્ટ એન્થોની હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસરનો ફોન આવ્યો હતો. હોસ્પિટલે અંજુના પોલીસને જાણ કરી હતી કે સેન્ટ એન્થોની હોસ્પિટલમાં એક મહિલાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. આ અંગેની માહિતી નોંધાતા પીએસઆઈ ફ્રાન્સિસ્કો ઝેવિયર, પીએસઆઈ સાહિલ વારંગ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે સેન્ટ એન્થોની હોસ્પિટલ પહોંચ્યા હતા.
સેન્ટ એન્થોની હોસ્પિટલમાં પોલીસની પૂછપરછ પર જાણવા મળ્યું કે સુધીર પાલ સાંગવાન અને સુખવિંદર સિંહ નામના બે વ્યક્તિઓ મૃતક સોનાલી ફોગાટને વેગાટોર વિસ્તારના લિયોની રિસોર્ટમાંથી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લાવ્યા હતા.
પોલીસ સમક્ષ સુધીરની કબૂલાત
પૂછપરછ દરમિયાન સુધીર પાલ સાંગવાને ગુનો કબૂલ્યો છે કે, ગોવા પહોંચ્યા બાદ તે સોનાલી ફોગાટને સુખવિંદર સિંહ સાથે પાર્ટી કરવાના બહાને ગોવાના અંજુના કર્લી રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે ડ્રિંકમાં જીવલેણ નશીલો પદાર્થ ભેળવી દીધો હતો અને બાદમાં જબરદસ્તીથી સોનાલીને પીવડાવી દીધો. સુધીરેએ પણ ખુલાસો કર્યો હતો કે સુખવિંદર સિંહે તેને માદક પદાર્થ (MDMA) મેળવવામાં મદદ કરી હતી, પાછળથી પૂછપરછ દરમિયાન, સુખવિંદર સિંહે પણ આ વાતની કબૂલાત કરી હતી.
તે પીણું પીધા પછી સોનાલીને રેસ્ટોરન્ટમાં અસ્વસ્થતા અનુભવવા લાગી, તેની તબિયત અચાનક બગડવા લાગી. બાદમાં તેણીને સુધીર પાલ સાંગવાન અને સુખવિંદર સિંહ હોટેલ ગ્રાન્ડ લિયોની રિસોર્ટ અને પછી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સોનાલીને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો
Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ
IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન
Jioનો આ પ્લાન કરાવો રિચાર્જ, Disney+ Hotstar પર ફ્રીમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ, જાણો વિગતે