ભિવાની: હરિયાણા બોર્ડની ચોરીમુક્ત પરીક્ષાના દાવા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ-10નું સામાજિક વિજ્ઞાનનું પેપર શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર આવી ગયું હતું. તેના આધારે જ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી થતી જોવા મળી હતી. ચોરી કરાવનારા પરીક્ષા કેન્દ્રોની અંદર વિદ્યાર્થીઓ સુધી કાપલી પહોંચાડતા રહ્યા હતાં.
પોલીસકર્મીઓ નજીકમાં ઊભા રહીને જોતાં રહ્યા પણ ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા હતાં. બુધવારે 309 કોપી કેસ નોંધાયા હતાં. 15 સુપરવાઈઝરને ડ્યુટીમાંથી રિલીવ કરવામાં આવ્યા હતાં.
રોહતકમાં એક કેન્દ્રની પરીક્ષા રદ કરીને કેન્દ્ર જ શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે 175 કોપી કેસ નોંધાયા હતા. 4 કેન્દ્ર પર પરીક્ષા રદ થઇ હતી.
આ સ્કૂલમાં બોર્ડની એક્ઝામમાં ખુલ્લેઆમ થાય છે ચોરી? તસવીર થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2020 10:40 AM (IST)
પોલીસકર્મીઓ નજીકમાં ઊભા રહીને જોતાં રહ્યા પણ ચોરી રોકવામાં નિષ્ફળ રહ્યા હતાં. બુધવારે 309 કોપી કેસ નોંધાયા હતાં. 15 સુપરવાઈઝરને ડ્યુટીમાંથી રિલીવ કરવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -