આજે દેશના એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુન:નિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મંદિરના પુન: નિર્માણ માટે 1800 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિર તેલંગાણામાં આવેલું છે અને તેનું નામ છે શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર. આ મંદિરને શ્રદ્ધાળુંઓ માટે ખોલતા પહેલા હોમ-હવન કરવામાં આવી રહ્યા છે. આ અનુષ્ઠાનોમાં સીએમ કે ચંદ્રશેખર રાવ પણ સામેલ થઈ શકે છે. આ મંદિરને ખોલવાનું મૂહુર્ત પણ કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીએ જ કાઢ્યું હતું.


100 એકરની યજ્ઞ વાટિકા


આ મંદિરને ફરીથી ખોલતા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. જેના માટે 100 એકરની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી રહી છે અને તેમા 1048 યજ્ઞા કુંડલ છે. આ યજ્ઞમાં હજારો પંડિતો પોતાના સહયોગીઓ સાથે ભાગ લઈ રહ્યા છે. યદાદ્રીનું આ શ્રી લક્ષ્મી નરસિમ્હા મંદિર હૈદરાબાદથી અંદાજે 80 કિમી દૂર છે. આ મંદિરનું પરિસર 14.5 એકરમાં ફેલાયેલ છે અને તેનું પુન:નિર્માણ વર્ષ 2016માં શરૂ થયું હતું. જ્યારે આ મંદિરની ટાઉનશિપ યોજના 2500 એકરમાં ફેલાયેલી છે.




દરવાજામાં જડવામાં આવ્યું છે 125 કિલો સોનુ


આ વિશાળ અને ભવ્ય મંદિરની બીજી વિશેષતા એ પણ છે કે, તેના પુન:નિર્માણ કાર્યમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ મંદિરના પુન:નિર્માણમાં 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને વિશેષ રીતે પ્રકાશમ આંધ્ર પ્રદેશમાંથી લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારા પીતળના બનાવવામાં આવ્યા છે. તેમાં 125 કિલો સોનું પણ જડવામાં આવ્યું છે.


મંદિરના ગોપુરમ એટલે કે વિશેષ દ્વાર પર જ 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે. આ માટે સીએમ કેસીઆર સહિત કેટલાય મંત્રીઓએ સોનું દાનમાં આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમા અંદાજેસૃ સવા કિલો સોનું કેસીઆર પરિવાર તરફથી આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઈન પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાનર આનંદ સાઈએ તૈયાર કરી રહી છે.