Independence Day 2022 : લાલ કિલ્લા પરથી PM મોદીએ પરિવારવાદ અને ભ્રષ્ટાચાર પર કર્યો પ્રહાર, કહ્યુ- ભાઇ-ભત્રીજાવાદ દેશ માટે ઘાતક

લાલ કિલ્લા પર પહોંચતા પીએમને ત્રણેય સેનાના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે.

gujarati.abplive.com Last Updated: 15 Aug 2022 09:21 AM
રાહુલ ગાંધીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. "ભારત માટે, આપણી ખૂબ જ પ્રિય માતૃભૂમિ, પ્રાચીન, શાશ્વત અને હંમેશા. અમે અમારી આદરણીય શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને અમે તેની સેવા કરવા માટે ફરીથી સજ્જ છીએ," તેમણે કહ્યું કે સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ! જય હિન્દ.

અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયાઃ પીએમ મોદી

ભ્રષ્ટાચાર પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે લોકો અગાઉની સરકારોમાં દેશને લૂંટીને ભાગી ગયા હતા  તેમની મિલકતો જપ્ત કરીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે જેમણે દેશને લૂંટ્યો છે તે પરત આવે, અમે તે સ્થિતિ સર્જી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર સામેના નિર્ણાયક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ.





આપણે મહિલાઓને નારાયણી કહીએ છીએઃ પીએમ મોદી

 પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આપણે એ લોકો છીએ જે જીવમાં શિવ જુએ છે, આપણે એ લોકો છીએ જેઓ પુરુષમાં નારાયણને જુએ છે, આપણે એ લોકો છીએ જેઓ સ્ત્રીને નારાયણી કહે છે, આપણે એ લોકો છીએ જે છોડમાં ભગવાનને જુએ છે. ..આ આપણી તાકાત છે,જ્યારે આપણે દુનિયાની સામે ગર્વ કરીશું ત્યારે દુનિયા કરશે.





દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએઃ પીએમ મોદી

ભાષા પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણે જોયું છે કે ક્યારેક આપણી પ્રતિભા ભાષાના બંધનમાં બંધાઈ જાય છે. આ ગુલામી માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ.


 

આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે હવે દેશ એક મોટા સંકલ્પ સાથે ચાલશે અને તે મોટો સંકલ્પ વિકસિત ભારત છે અને તેનાથી ઓછું કંઈ ન કરવું જોઈએ. આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. 









2014માં નાગરિકોએ મને જવાબદારી સોંપીઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, 75 વર્ષની આ સફરમાં, આશાઓ, આકાંક્ષાઓ, ઉતાર-ચઢાવની વચ્ચે, આપણા બધાના પ્રયત્નોથી આપણે  તે સ્થાને પહોંચ્યા જ્યાં સુધી આપણે પહોંચી શકતા હતા. 2014માં નાગરિકોએ મને  જવાબદારી સોંપી. આઝાદી પછી જન્મેલા પ્રથમ વ્યક્તિને લાલ કિલ્લા પરથી આ દેશના નાગરિકોના ગુણગાન ગાવાનો મોકો મળ્યો.













આદિવાસી સમુદાયને ભૂલી શકીએ નહીં: પીએમ મોદી

પીએમએ વધુમાં કહ્યું કે, જ્યારે આપણે સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ ત્યારે આપણે આદિવાસી સમુદાયને ભૂલી શકતા નથી. ભગવાન બિરસા મુંડા, સિદ્ધુ-કાન્હુ, અલ્લુરી સીતારામ રાજુ, ગોવિંદ ગુરુ- એવા અસંખ્ય નામો છે જેઓ સ્વતંત્રતા સંગ્રામનો અવાજ બન્યા અને આદિવાસી સમુદાયને માતૃભૂમિ માટે જીવવા અને મરવાની પ્રેરણા આપી.





વીર સાવરકર, નેતાજી અને આંબેડકરને યાદ કરવાનો સમય: પીએમ મોદી

આપણે ઘણું સહન કર્યું છે. ક્યારેક આતંકવાદ, ક્યારેક યુદ્ધ તો ક્યારેક આપણે ખાદ્ય સંકટનો સામનો કર્યો છે. આઝાદીનો સમગ્ર સમયગાળો સંઘર્ષમાં પસાર થયો છે. આજે દરેક બલિદાન અને ત્યાગીને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે. વીર સાવરકર, નેતાજી અને આંબેડકરને યાદ કરવાનો આ સમય છે.









ભારતની મહિલાઓની શક્તિને યાદ કરીએ: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, દરેક ભારતીય ગર્વથી ભરાઈ જાય છે જ્યારે તેઓ ભારતની મહિલાઓની શક્તિને યાદ કરે છે. પછી તે રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, ચેન્નમ્મા, બેગમ હઝરત મહેલ હોય.









મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવનો આભારી છે દેશ

પીએમ મોદીએ કહ્યું કે દેશ મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાકઉલ્લા ખાન, રામ પ્રસાદ બિસ્મિલ અને આપણા અસંખ્ય ક્રાંતિકારીઓનો આભારી છે જેમણે બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી દીધો હતો.





બલિદાન આપનારને શ્રદ્ધાંજલિ આપવાનો અવસરઃ પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ગુલામીનો આખો સમય આઝાદીની લડતમાં વીત્યો. ભારતનો કોઈ ખૂણો એવો નહોતો જ્યાં લોકોએ સેંકડો વર્ષો સુધી ગુલામી સામે લડત ન આપી હોય. આજે આપણા બધા દેશવાસીઓ માટે દરેક મહાન માણસને, બલિદાન આપનારને નમન કરવાનો અવસર છે. તેમના સપના સાકાર કરવાની પ્રતિજ્ઞા લેવાની આ એક તક છે.





નવા સંકલ્પ સાથે નવી દિશા તરફ આગળ વધવાનો દિવસ : PM મોદી

પીએમ મોદીએ દેશને સંબોધતા કહ્યું કે, આ સ્વતંત્રતા દિવસ પર હું તમામ ભારતીયોને અને ભારતને પ્રેમ કરનારાઓને અભિનંદન આપું છું. નવા સંકલ્પ સાથે નવી દિશા તરફ આગળ વધવાનો દિવસ છે.





મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી


દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આજે ભારતનો તિરંગો વિશ્વના ખૂણે ખૂણે ગર્વ સાથે લહેરાવાઇ રહ્યો છે.


 



કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લાલ કિલ્લા પર પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7ઃ33 વાગ્યે  તેમનું સંબોધન શરૂ કરી શકે છે 

રાજનાથ સિંહે ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. થોડા સમય બાદ રાજનાથ સિંહ લાલ કિલ્લા પર પહોંચશે અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.





PM મોદીએ સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

બ્રેકગ્રાઉન્ડ

Azadi Ka Amrit Mahotsav: અમૃત મહોત્સવ એટલે કે આઝાદીની 75મી વર્ષગાંઠ પર  આ વર્ષે લાલ કિલ્લા પર આઝાદીની ઉજવણી પણ ખૂબ જ ખાસ બનવાની છે. લાલ કિલ્લા પરથી દેશવાસીઓની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધન પર રહેશે, સાથે જ આ વર્ષે પહેલીવાર સ્વદેશી ગનથી  21 તોપોની સલામી આપવામાં આવશે.


લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી સવારે 6.55 વાગ્યે શરૂ થશે. આ પછી સંરક્ષણ સચિવ આવશે અને ત્યારબાદ ત્રણેય દળો એટલે કે આર્મી, એરફોર્સ અને નેવીના ચીફ આવશે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ બરાબર 7.08 વાગે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ 7.11 વાગે પહોંચશે. સાત વાગ્યાને 18 મિનિટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે. લાલ કિલ્લા પર પહોંચતા પહેલા પીએમ રાજઘાટ પર પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.


પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે


લાલ કિલ્લા પર પહોંચતા પીએમને ત્રણેય સેનાના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે.. PM સવારે 7.30 વાગ્યે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આ પછી તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે.


21 તોપોની સલામીમાં સ્વદેશી ગન


દેશની આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ વખત 21 તોપોની સલામીમાં સ્વદેશી આર્ટિલરી ગનનો પણ સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી. આ વર્ષે પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાનને સ્વદેશી આર્ટિલરી બંદૂક 'અટેગ'થી 21 તોપોની સલામી આપવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.