Independence day 2022: 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે. પોતના ભાષણમાં પ્રધાનમંત્રી મોદી ઘણી મોટી જાહેરાતો પણ કરી શકે છે. એક અહેવાલ મુજબ પીએમ મોદી જીવનજરુરી દવાઓની કિંમતોને લઈને મોટી જાહેરાત કરી શકે છે. PM મોદી આવશ્યક અને લાંબા ગાળાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓની કિંમતને લઈને મોટી જાહેરાત કરી શકે છે. 


દવાઓના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડોઃ


મળતી માહિતી મુજબ, જીવનજરૂરી દવાઓ એટલે કે NELMની યાદીમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે. યાદીમાં અત્યાર સુધી 355 દવાઓ છે. ઉપરાંત, સરકાર કંપનીઓના માર્જિન પર CAP લગાવી શકે છે. જેછી, દવાઓની કિંમતમાં 70% સુધીનો ઘટાડો થશે. સરકાર તેને અનેક તબક્કામાં લાગુ કરી શકે છે.


આ સાથે પ્રધાનમંત્રી મોદી મેડિકલ ટુરિઝમ વધારવા માટે નવી સ્કીમની જાહેરાત કરી શકે છે. પીએમ મોદી તેમના ભાષણમાં દેશમાં તબીબી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નવી જાહેરાતો કરી શકે છે અને ભારતની આયુર્વેદિક અને પરંપરાગત દવા પદ્ધતિને અર્થતંત્રના વિકાસના એક મહત્વપૂર્ણ બિંદુ તરીકે માને છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હીલ ઈન ઈન્ડિયા, હીલ બાય ઈન્ડિયાની થીમ પર હોઈ શકે છે, જેમાં સમગ્ર આર્થિક વિકાસ માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. આ સાથે  હેલ્થ મિશનની તમામ યોજનાઓને એક નેજા હેઠળ લાવી શકાય છે અને આરોગ્ય યોજનામાં જૂની યોજનાઓને આવરી લેવામાં આવશે.


કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો રોડમેપ જાહેર કરી શકેઃ


પીએમ મોદી અનાજ, તેલીબિયાં સહિત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો રોડમેપ પણ જાહેર કરી શકે છે. પીએમ મોદી રાજ્યોને તેમની આયાત ઘટાડવા, ઉત્પાદન વધારવા માટે આહ્વાન કરશે. શક્ય છે કે આ માટે બજેટમાં અલગથી જોગવાઈ હોવી જોઈએ. આ યોજનાને નવું નામ પણ આપી શકાય છે. પીએમ મોદી ડિજિટલ ઈન્ડિયાના ધ્યેયને પૂર્ણ કરવા માટે કનેક્ટિવિટી અને 5જી ટેક્નોલોજીના વિકાસ પર પણ વાત કરશે. પીએમ મોદી લાલ કિલ્લાના કિલ્લા પરથી 5જીનો પહેલો કોલ પણ કરી શકે છે.


આ પણ વાંચોઃ


SCO Meet: PM મોદી અને પાક.ના PM શાહબાઝ શરીફની આ જગ્યાએ થઈ શકે છે મુલાકાત