R K Laxman: કોઈપણ દેશની લોકશાહીને મજબૂત કરવામાં ત્યાંની સરકાર અને લોકો સિવાય પત્રકારો સહિત તે તમામ લોકોનો પણ મોટો ફાળો હોય છે, જેઓ સામાન્ય લોકોની સમસ્યાઓને અલગ-અલગ રીતે ઉઠાવે છે.


કાર્ટૂન દોરવા અને લોકોની સમસ્યાઓનું નિરૂપણ કરવું એ આવી જ એક વિશેષ કળા છે. જેના નિષ્ણાત પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણ હતા. જેમણે પોતાની કાર્ટૂન સિરીઝ દ્વારા સામાન્ય લોકોની પીડા દર્શાવી હતી. આ લેખમાં અમે તમને તેમના યોગદાન વિશે જણાવીશું.


આરકે લક્ષ્મણ વિશે


આરકે લક્ષ્મણનો જન્મ 24 ઓક્ટોબર 1921ના રોજ મૈસૂરમાં થયો હતો. તેઓ હાસ્યલેખન અને વ્યંગ્ય ચિત્ર માટે પ્રખ્યાત હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલા કાર્ટૂન પેઈન્ટિંગ્સમાં સામાન્ય લોકોની સમસ્યાઓને મુખ્ય રીતે ઉઠાવવામાં આવી હતી. જો કે રાજકારણ પર વ્યંગ્ય કાર્ટૂન બનાવવામાં પણ તેમને માસ્ટરી હતી.


કાર્ટૂનિસ્ટ તરીકે કારકિર્દી


તેમણે અનેક સ્થાનિક અખબારો અને સામયિકોમાં કાર્ટૂનિસ્ટ તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રથમ વખત તેઓ મુંબઈમાં ફ્રી પ્રેસ જર્નલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે પછી તેઓ મુંબઈમાં 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'માં જોડાયા અને લગભગ 50 વર્ષ સુધી ત્યાં કામ કર્યું હતું.


કાર્ટૂનિસ્ટ તરીકે તેમના દ્વારા વિવિધ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કાર્ટૂન કેરેક્ટર 'ધ કોમન મેન'ને ઘણી લોકપ્રિયતા મળી હતી. જેમાં તેમના દ્વારા સામાન્ય લોકોની સમસ્યાઓને કટાક્ષમાં ઉઠાવવામાં આવી હતી.


એક કાર્ટૂનિસ્ટ તરીકે લોકોની સમસ્યાઓ અને સામાન્ય જનતાની વેદનાને ઉજાગર કરીને પ્રશાસનને પ્રશ્નો પૂછતા તેમના વ્યંગાત્મક ચિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય તરીકે ચિહ્નિત થયેલ છે. તેમના કાર્યોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને 1973 માં 'પદ્મ ભૂષણ' અને 2005 માં 'પદ્મ વિભૂષણ' થી સન્માનિત કર્યા હતા.  એટલું જ નહીં તેમના કાર્યોની વૈશ્વિક સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી હતી અને 1984માં તેમને 'રેમન મેગ્સેસે' પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો, જેને એશિયાનું નોબેલ કહેવામાં આવે છે.


સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આરકે લક્ષ્મણનું 26 જાન્યુઆરી 2015ના રોજ 94 વર્ષની વયે નિધન થયું હતું. પુણેમાં જ તેમને સમર્પિત એક આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં આરકે લક્ષ્મણ દ્વારા બનાવેલા કાર્ટૂન ચિત્રો રાખવામાં આવ્યા છે.


 


Monkeypox Cases In India:  હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ


PM Kisan Scheme: ખેડૂતોને 12મા હપ્તા પહેલા મોદી સરકારે આપી રાહત, ઈ-કેવાયસીને લઈ આવ્યું આ મોટું અપડેટ


IND vs ZIM 2022: શિખર ધવને મળ્યો વરુણ ધવન, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે શેર કરી તસવીર


VIDEO: દિશા પટ્ટણીનો સિઝલિંગ અવતારમાં વધુ એક ડાન્સ વીડિયો વાયરલ, લગાવ્યા ઠુમકા, જુઓ........