Independence Day 2023 Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું આ સતત 10મું સંબોધન હશે. 2024ની...More
Independence Day 2023 Celebrations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના 77મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીનું આ સતત 10મું સંબોધન હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર આ સંબોધન ઘણી રીતે ખાસ બની શકે છે. માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ મોદી પોતાની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાથી લઈને ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આખો દેશ મંગળવારે પીએમ મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.આપણે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. ફરી એકવાર શહીદોને યાદ કરવાનો પવિત્ર તહેવાર આવ્યો છે.આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગોમાં રંગાઈ ગયો છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર યોજાનારી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યાં મંગળવારે (15 ઓગસ્ટ) PM મોદી તિરંગો ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.લાલ કિલ્લા પર કરાશે સ્વતંત્રતા દિવસની ઉજવણીસવારે 6.55 - સંરક્ષણ સચિવ આવશેસવારે 6.56 થી 7 - સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ આવશેસવારે 7.06 વાગ્યે - PM રાજઘાટ પહોંચશે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશેસવારે 7.08 કલાકે - સંરક્ષણ રાજ્ય મંત્રી આવશેસવારે 7.11 - રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવશેસવારે 7.18 વાગ્યે - PMનું લાલ કિલ્લા પર આગમન અને પછી PM ને ટ્રાઇ-સર્વિસ ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશેસવારે 7.30 - PM ધ્વજ ફરકાવશે, ગાર્ડ્સ નેશનલ સેલ્યૂટ આપશે. બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે, ત્યારબાદ 21 તોપોની સલામી અપાશે.સવારે 7.33 – PM દેશને સંબોધન કરશે.PM મોદીનું લાલ કિલ્લા પરથી સતત 10મું સંબોધનવડાપ્રધાન મોદી સતત 10મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આવતા વર્ષની લોકસભા ચૂંટણી પહેલા લાલ કિલ્લા પરથી આ તેમનું છેલ્લું સંબોધન હશે. લાલ કિલ્લા પર પહોંચવા પર પીએમનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ અને સંરક્ષણ સચિવ ગિરધર અરામને દ્વારા સ્વાગત કરવામાં આવશે. પીએમના ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 25-25 જવાનો અને નૌકાદળના એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.પીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશેગાર્ડ ઓફ ઓનરની કમાન મેજર વિકાસ સાંગવાનના હાથમાં રહેશે. આ પછી પીએમ લાલ કિલ્લા તરફ જશે, જ્યાં તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે. મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનને મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. આ દરમિયાન ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર માર્ક-3 ધ્રુવ સ્થળ પર પુષ્પવર્ષા કરશે. ત્યારબાદ PM મોદી સવારે 7:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ કરવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમારોહ માટે દેશભરમાંથી અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા 1800 લોકોને તેમના જીવનસાથીઓ સાથે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.તેમાં સરપંચ, ખેડૂત ઉત્પાદક સંગઠન યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના સહભાગીઓ, નવી સંસદ ગૃહ સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ કામદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાદી કામદારો, સરહદી રસ્તાઓનું નિર્માણ, અમૃત સરોવર, હર ઘર જલ યોજના સાથે સંકળાયેલા લોકો, પ્રાથમિક શાળાના શિક્ષકો, નર્સો અને માછીમારો પણ આ કાર્યક્રમનો ભાગ હશે.