Independence Day 2024: સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારવામાં આવશે. 






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વિકસિત ભારત બનાવવાના તેમના સંકલ્પનો ઉલ્લેખ કરતા તેમણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનો માટે મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો વધારવામાં આવશે.


વડાપ્રધાને કહ્યું કે આગામી દસ વર્ષમાં એમબીબીએસની સીટો વધારીને એક લાખ કરવામાં આવશે. દર વર્ષે દેશના 25 લાખ યુવાનો મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે. મેડિકલ સીટોમાં વધારો થયા બાદ તેઓ દેશમાં રહીને અભ્યાસ કરી શકશે અને ડોકટર બનવાનું સપનું પૂર્ણ કરી શકશે.


પીએમ મોદીએ કહ્યું કે આપણા બાળકોને મેડિકલ એજ્યુકેશન માટે ઘણા દેશોમાં જવું પડે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં 75 હજાર સીટો વધારવામાં આવશે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ખેડૂતોના બાળકોને પણ સારું શિક્ષણ મળે. કૃષિ ક્ષેત્રે પણ સુધારા જરૂરી છે. ધરતી માતા વિશે ચિંતા કરતા સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.


પીએમ મોદીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભારતનું સ્ટાન્ડર્ડ વિશ્વનું સ્ટાન્ડર્ડ બને. ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર વર્લ્ડ, અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. કોઈ પણ G-20 દેશ જે કરી શક્યું નથી, તે ભારતના લોકોએ કરીને બતાવ્યું છે. પેરિસમાં રિન્યુએબલ એનર્જીનું જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું તેને સમય કરતા અગાઉ જ હાંસલ કરી લેનારો કોઇ છે તો તે એકમાત્ર આપણું હિંદુસ્તાન છે.


આ પણ વાંચોઃ


Independence Day 2024: પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇકને લઇને લાલા કિલ્લા પરથી શું બોલ્યા પીએમ મોદી ?