74માં સ્વતંત્રતા દિવસ: દેશમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આજે સ્વતંત્રતા દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. ત્યાર બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું હતું જેમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક યોજનાની ભેટ આપી હતી. નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને લઈને મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમારા દરેક ટેસ્ટ, દરેક બિમારી તમને ક્યા ડોક્ટરે દવા આપી છે જેવી તમામ વિગતોની જાણકારી આ હેલ્થ કાર્ડમાં આપવામાં આવશે.


આજે નરેન્દ્ર મોદીએ એક નવા હેલ્થ મિશનને લઈ દેશવાસીઓને નવી ભેટ આપી હતી. તે અંગે લોકોને જણાવ્યું હતું કે, આજથી દેશમાં એક મોટું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે ‘નેશનલ ડિજિટલ હેલ્થ કાર્ડ મિશન’. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ભારતના હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ લઈને આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના લેબ વિશે વાત કરતાં કહ્યું હતું કે, દેશમાં જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે દેશમાં માત્ર 1 જ લેબ હતી. જ્યારે આજે દેશમાં 1400થી વધુ લેબ છે.

નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક જ પ્લેટફોર્મ પર મેળવી શકાશે. આ ઉપરાંત હેલ્થ આડી પણ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે સમગ્ર દેશમાં સ્વાશસ્થ્ય સેવાઓની પણ જાણકારી જોવા મળશે.

નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની યોજનામાં 4 બાબતો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. સ્વાસ્થ્ય આઈડી કાર્ડ, પર્સનલ હેલ્થ રિકોર્ડ, ડિજી ડૉક્ટર અને હેલ્થ ફેસિલિટીનો રિકોર્ડ. ત્યાર બાદ આ મિશનમાં ટેલી મેડિસિન અને ઈ-ફાર્મસીની સેવાઓને પણ જોડી દેવામાં આવશે. આ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.