ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓ અનુસાર, એક મિગ-29 ફાઇટર પ્લેન પંજાબના હોશિયારપુર જિલ્લાની પાસે ક્રેશ થઇ ગયુ, પાયલટે કુદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ફાઇટર પ્લેને જાલંધર જે એરબેઝ પરથી ઉડાન ભરી હતી, ત્યાં મિગ-29 સહિત અન્ય ફાઇટર પ્લેન પણ હોય છે, તેમની પણ ઉડાન ત્યાંથી જ ભરવામાં આવે છે. જે ફાઇટર પ્લેન ક્રેશ થયુ તે મિગ-29 હતુ.
દૂર્ઘટનાની જાણકારી મળ્યા બાદ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દૂર્ઘટનાસ્થળે પર એકઠા થઇ ગયા હતા, જોકે, હજુ પણ દૂર્ઘટનાની માહિતી પુરેપુરી નથી મળી. સ્પેશ્યાલિસ્ટની ટીમ પહોંચ્યા બાદ જ તમામ માહિતી વિસ્તારથી પ્રાપ્ત થઇ શકશે.
ખેતરમાં ફાઇટર પ્લેન નીચે પડ્યા બાદ આગ લાગી ગઇ અને આ કારણે વિસ્તારમાં દોડધામ થઇ ગઇ હતી.