દિલ્હીમાં ઈ ટોકન દારૂ માટે તમારે www.qtoken.in સાઇટ પર જવાનું રહેશે. વેબ લિંગ પર તમારી સરકારી ઓળખપત્રનું નામ અને ઓળખપત્ર નંબર આપવાનો રહેશે. ત્યાર બાદ તમાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર નોંધાવવાનો રહેશે.
તમારી નજીકની દુકાનનું નામ અને સરનામું પણ તમારે આપવાનું રહેશે. ત્યાર બાદ તમને એક ટોકન આપવામાં આવશે. દારૂ ખરીદવાનો સમયે પણ ટોકનમાં લખ્યો હશે. એટલે કે નક્કી સમય પર તમારે દારૂની દુકાને જઈ શકો છો.
તેનાથી શું ફાયદો થશે?
એક કલાકમાં એક કુદાન માટે 50 ટોકન જ આપવામાં આવશે. તમને લાંબી લાઈનમાંથી મુક્તિ મળશે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ થશે. ટોકનવાળા લોકોની લાઈન અલગ હશે, ટોકન વગરનાલોકોની લાઇન અલગ હશે.
તમને જણાવીએ કે, દિલ્હી સરાકરે છેલ્લા સોમવારે દારૂ વેચવાની મંજૂરા આપી દીધી હતી. મંગળવારે દારૂની કિંમતમાં 70 ટકાનો વધારો કર્યો હતો. તેમ છતાં દારૂની દુકાનો પર ભીડ થતી રહી અને લાંબા લાંબી લાઈનો લાગતી રહી. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરી રહ્યા.