વૉશિંગટનઃ ભારત અને અમેરિકાએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે ખખડાવી નાંખ્યુ છે. અમેરિકા અને ભારતે ગુરુવારે કહ્યું કે, પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ તાત્કાલિક ધોરણે, સતત અને અપરિવર્તનીય કાર્યવાહી કરવાની આવશ્યકતા છે, જેથી આ નક્કી થઇ શકે કે તેના નિયંત્રણ વાળા વિસ્તારોનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં ના થાય.


ભારત અને અમેરિકાએ ગુરુવારે એક સંયુક્ત નિવેદનમાં આ વાત કહી. બન્ને દેશોએ ઇસ્લામાબાદથી મુંબઇ હુમલો અને પઠાણકોટ વાયુસેના બેઝ પર હુમલા સહિત અન્ય આતંકી હુમલાના દોષીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.

ભારત અને અમેરિકા આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્ય સમૂહની 17મી બેઠક અને ઇન્ડિયા-યુએસ ડેઝિગ્નેશન ડાયલૉગના ત્રીજા સત્ર બાદ જાહેર એક સંયુક્ત નિવેદનમાં બન્ને દેશોએ આતંકવાદના પરોક્ષ ઉપયોગ અને સીમા પાર આતંકવાદની નિંદા કરી છે. આ સત્ર 9-10 સપ્ટેમ્બરે ઓનલાઇન આયોજિત કરવામાં આવ્યુ હતુ.

વિદેશ મંત્રાલયમાં કાઉન્ટર ટેરેરિઝ્મના સંયુક્ત સચિવ મહાવીર સિંઘવીએ ભારતીય પ્રતિનિધિમંડળ અને અમેરિકા વિદેશ મંત્રાલયમાં કાઉન્ટર ટેરરિઝ્મના સમન્વયક નેથન સેલ્સે અમેરિકન પક્ષનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.