નવી દિલ્હીઃ કોવિડ-19ના નવા સ્ટ્રેનને લઇને હવે દુનિયાના દેશો સજાગ થઇ ગયા છે. ભારત પણ હવે આ મામલે એક્શનમાં આવી ગયુ છે. ભારતે બ્રિટનમાંથી આવનારી તમામ ફ્લાઇટ્સો પર 31 ડિસેમ્બર સુધી રોક લગાવી દીધી છે. કોરોનાનો બ્રિટનમાં નવો સ્ટ્રેન આવ્યા બાદ ભારત તરફથી આ પગલુ ભરવામાં આવ્યુ છે.


નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે બ્રિટનમાં પેદા થયેલી હાલની સ્થિતિને જોતા ભારતે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઇટ્સોને 31 ડિસેમ્બર 2020ની રાત્રે 11 વાગીને 59 મિનીટ સુધી રોક લગાવવાનો ફેંસલો લીધો છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોનાનુ નવુ રૂપ આવ્યા બાદ ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, રોમાનિયા, તુર્કી અને ઇટાલીએ પણ બ્રિટનની યાત્રી પર રોક લગાવવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત કોલંબિયા, ચિલી, કેનેડા, કુવૈત, સાઉદી આરબ સહિતના કેટલાય અન્ય દેશોએ પણ ફ્લાઇટ પર રોક લગાવી દીધી છે.