નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસોમાં હવે ભારત ચોથા નંબરે આવી ગયુ છે, શુક્રવારે ભારત બ્રિટનને પાછળ છોડીને આ મામલે દુનિયાનો ચોથો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. ભારતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 10956 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે, અને રેકોર્ડ 396 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી આ મહામારીથી લગભગ ત્રણ લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. સતત આઠ દિવસોથી 9500થી વધુ નવા કેસો નોંધાઇ રહ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાં 8498ના મોત થયા છે, જ્યારે 1 લાખ 47 હજાર લોકો સાજા પણ થયા છે.
અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં ભારત ચોથા નંબર પર આવી ગયો છે. ભારતથી વધુ કેસો અમેરિકામાં (2,089,684), બ્રાઝિલ (805,649), રશિયા (502,436)માં છે. વળી ભારતમાં કેસો વધવાની સ્પીડ દુનિયામાં ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસો ભારતાં નોંધાઇ રહ્યાં છે.
ભારતની વાત કરીએ તો ભારતમાં હાલ 1 લાખ 41 હજાર કોરોનાના કેસો એક્ટિવ સ્થિતિમા છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 47 હજારથી વધુ સંક્રમિતોનો હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. બીજા નંબરે દિલ્હી, ત્રીજા નંબરે તામિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમા નંબર પર પશ્ચિમ બંગાળ છે.
ભારત વિશ્વમાં કોરોનાના કેસોમાં હવે ચોથા નંબરે, જાણો ક્યા દેશને છોડ્યો પાછળ? ભારત કરતાં આગળ છે ક્યા 3 દેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jun 2020 10:55 AM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધી 2 લાખ 97 હજાર 535 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાં 8498ના મોત થયા છે, જ્યારે 1 લાખ 47 હજાર લોકો સાજા પણ થયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -