India Canada Relations: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર મોતને ભેટ્યો છે. પરંતુ તેના કારણે ભારત અને કેનેડા જેવા બે મોટા દેશો વચ્ચે તણાવ ઉભો થઈ ગયો. નિજ્જરના કારણે તણાવ એટલો વધી ગયો કે બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ હવે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટી અને કેનેડા સાથેના સંબંધો અંગે વાત કરી છે.


કેનેડાના સૌથી મોટા ખાનગી ટેલિવિઝન નેટવર્ક, ‘સીટીવી ન્યૂઝ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ભારતીય હાઈ કમિશનરે કેનેડિયન રાજદ્વારીઓના નવી દિલ્હી છોડવાના અને અન્ય ડઝનેક કેનેડિયન અધિકારીઓને આપવામાં આવેલી રાજદ્વારી છૂટને  ખતમ કરવા સહિત અનેક મુદ્દાઓ પર જવાબ આપ્યો છે.  તેમણે કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને દિલ્હીમાંથી હટાવવા તે 'જવાબી કાર્યવાહી' હતી અને આ પૂરી રીતે ભાવનાત્મક પાસાઓ પર આધારિત હતું. 


નિજ્જરની હત્યા પર વિવાદ વધ્યો


કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સપ્ટેમ્બરમાં ભારત પર આરોપ લગાવ્યો હતો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. નિજ્જરની આ વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે કેનેડાના આરોપોને વાહિયાત અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. આ પછી બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહી દિધુ હતું. 



ભારતીય હાઈ કમિશનરે શું કહ્યું ?


જ્યારે,  ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બે મહિના પહેલાની સરખામણીએ હવે સારા છે. આ પછી તેમણે કહ્યું કે કેનેડિયન રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયમાં ભાવનાત્મક પાસાઓ સામેલ હતા.



જો કે, ભારતીય હાઈ કમિશનરે કહ્યું કે ઓક્ટોબરમાં ડઝનેક અન્ય કેનેડિયન રાજદ્વારીઓ પાસેથી રાજદ્વારી છૂટ છીનવી લેવાનું પગલું મોટાભાગે સમાનતા દર્શાવવા માટે હતું. તેમણે કહ્યું કે ભારતે એ સુનિશ્ચિત કરવા પગલાં લીધાં છે કે કેનેડિયન રાજદ્વારીઓ જેટલી સંખ્યામાં કેનેડામાં તૈનાત હતા તેટલી જ સંખ્યામાં ભારતમાં રહી શકે. 


પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા 45 વર્ષીય નિજ્જરને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.