CM Nitish Kumar : 2024ની લોકસભાની ચૂંટણીમાં એનડીએનો સામનો કરવા માટે ગઈ કાલે જ 26 જેટલા વિરોધ પક્ષોએ સાથે મળીને India નામના સંયુક્ત મોરચાની જાહેરાત કરી છે. હજી તો આ મોરચો રચાયો જ છે ત્યાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ચર્ચા જગાવી છે. નીતીશ કુમારે બેંગલુરૂ બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાંથી નીતીશ કુમાર દૂર રહ્યાં હતાં. જેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે બેંગલુરુમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક પર નિવેદન આપ્યું છે. 


ગઠબંધન રચાયાને હજી 24 કલાક પણ નથી થયા ત્યાં નીતીશ કુમાર પ્રેસ કોન્ફરન્સમાં હાજર ના રહેતા ચર્ચા જાગી છે. ભાજપ નીતીશ કુમાર પર આક્રમક છે. ભાજપ નીતીશ કુમારની નારાજગીની વાત કરી રહી છે. તો નીતીશ કુમારે આ મામલે સ્પષ્ટિકરણ આપ્યું હતું. 


નીતીશ કુમારે આ મામલે સ્પષ્ટિકરણ આપતા કહ્યું હતું કે, મારી નારાજગીના સમાચાર તદ્દન નિરર્થક અને અફવા છે. ખૂબ જ સારી મીટીંગ હતી. આ બેઠકમાં 26 પક્ષોના લોકોએ ભાગ લીધો હતો. અમે જેમને કાઢી મૂક્યા તેઓ એનડીએની બેઠકમાં હાજર રહ્યા હતા. નીતીશ કુમારે કહ્યું હતું કે, ભાજપના લોકોને ખબર નથી કે સભામાં શું થયું. મારે રાજગીર આવવાનું હતું, તેથી મેં પ્રેસ કોન્ફરન્સમાં હાજરી નહોતી આપી અને પટના પરત ફર્યો હતો.


નીતીશ કુમારે કહ્યું હતું કે, મારી પ્રથમ પ્રાથમિકતા રાજગીર રહી છે. મારે સંયોજક કે કોઈ પદ જોઈતું નથી. તેમણે કહ્યું હતું કે, 2024ના ચૂંટણી પરિણામ ખૂબ જ સારા આવશે. બેઠકમાં કુલ 26 પક્ષોએ હાજરી આપી હતી. નારાજગીના સવાલ પર સીએમ નીતીશે કહ્યું હતું કે, આ બધું હંબક છે. મને ઈન્ડિયા નામથી કોઈ જ નારાજગી નથી. બીજેપીના ચક્કરમાં ન પડો. નીતીશ કુમારે કહ્યું હતું કે, પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવું જરૂરી નથી. મારે રાજગીર આવવું હતું. સુશીલ મોદીને શું ખબર? શું તેઓ ત્યાં હાજર હતા? 


નારાજગીના સમાચારના સંદર્ભમાં નીતીશ કુમારે કહ્યું હતું કે, લોકોએ મને એમ પણ કહ્યું કે, તે મોબાઈલ પર ચાલે છે. ખબર નહીં કોનો મોબાઈલ ચાલે છે. મોબાઈલ વધી રહ્યા છે. નીતીશ કુમારે કહ્યું હતું કે, એનડીએની બેઠકમાં ભાગ લેનાર તમામ પક્ષોના નામ જુઓ. અગાઉ ક્યારેય એનડીએની બેઠક બોલાવી નથી. અટલજીની સરકારમાં એનડીએની બેઠકો થતી હતી. અમે મિટિંગ કરી છે એ જોઈને એ લોકોએ પણ મિટિંગ બોલાવી.


નીતીશ કુમારે કહ્યું હતું કે, વિપક્ષી દળોની બેઠક બાદ મેં તમામ બાબતો કહી દીધી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે, હું પ્રેસ કોન્ફરન્સમાં બિલકુલ હાજર ન હતો પરંતુ મેં મીટિંગમાં બધું કહેવામાં આવ્યું. મેં જે કહ્યું તેના પર બધા સહમત છે. નીતીશ કુમારે કટાક્ષ કરતા કહ્યું કે, આવતા વર્ષે ચૂંટણી થાય કે આ વર્ષે, પણ તે પછી મીડિયા પણ સ્વતંત્ર થઈ જશે.


https://t.me/abpasmitaofficial