India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે હોય તેમ દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કોરોના કેસ અને 347 લોકોના મૃત્યુ થયા છે. 82,817 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



  • એક્ટિવ કેસઃ 4,23,127

  • કુલ ડિસ્ચાર્જઃ 4,17,60,458

  • કુલ મૃત્યુઃ 5,09,358

  • કુલ રસીકરણઃ 173,42,62,440 (જેમાંથી 44,68,365 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)


ગઈકાલે કેટલા ટેસ્ટ કરાયા


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,29,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે.






ગુજરાતમાં શું છે સ્થિતિ


ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1040 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 12667 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 84 લોકો વેન્ટીલેટર પર છે. 12583 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1192841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10822 લોકોના મોત થયા છે. રાજ્યમાં ગઈકાલેસં ક્રમણથી 14 લોકોના મોત થયા છે. કોરોનાનો કોરોનાનો રિકવરી રેટ પણ 98.07 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 14 મોત થયા. ગઈકાલે 1,58,738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.