India Corona Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીમી પડી રહી છે અને કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ઘટી રહ્યો છે. દેશમાં સતત 14મા દિવસે કોરોનાના દૈનિક કેસ એક લાખથી નીચે રહ્યા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19,968 કેસ અને 673 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસ ઘટીને 2,24,187 થયા છે.
- એક્ટિવ કેસઃ 224187
- કુલ રિકવરીઃ 42086383
- કુલ મૃત્યુઆંકઃ 511903
- કુલ રસીકરણઃ 1,75,37,22,697
- ગઈકાલે દેશમાં 11,87,766 ટેસ્ટ કરવામાં આવ્યા હતા
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 486 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5790 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 42 લોકો વેન્ટીલેટર પર છે. 5748 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1203508 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10887 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1203508 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.63 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. અત્યાર સુધીમાં કુલ 10,20,84,403 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.