India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. બુધવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 13,451 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  585 લોકોના મોત થયા છે. પાંચ દિવસમાં જ 2500થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,62,661પર પહોંચી છે. દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 7163 નવા કેસ અને 90 લોકોના મોત થયા છે. આમ કેરળમાં દેશના 50 ટકા કેસ નોંધાયા છે.


છેલ્લા 25 દિવસમાં નોંધાયેલા કેસ



  • 1 ઓક્ટોબરઃ 26,727

  • 2 ઓક્ટોબરઃ 24,534

  • 3 ઓક્ટોબરઃ 22,842

  • 4 ઓક્ટોબરઃ 20,799

  • 5 ઓક્ટોબરઃ 18,346

  • 6 ઓક્ટોબરઃ 18,383

  • 7 ઓક્ટોબરઃ 22,431

  • 8 ઓક્ટોબર: 21,527

  • 9 ઓક્ટોબરઃ 19,740

  • 10 ઓક્ટોબરઃ 18,106

  • 11 ઓક્ટોબરઃ 18,132

  • 12 ઓક્ટોબરઃ 14,313

  • 13 ઓક્ટોબરઃ 15,823

  • 14 ઓક્ટોબરઃ 18,987

  • 15 ઓક્ટોબરઃ 16,862

  • 16 ઓક્ટોબરઃ 15,981

  • 17 ઓક્ટોબરઃ 14,146

  • 18 ઓક્ટોબરઃ 13,596

  • 19 ઓક્ટોબરઃ 13,058

  • 20 ઓક્ટોબરઃ 14,623

  • 21 ઓક્ટોબરઃ 18,454

  • 22 ઓક્ટોબરઃ 15,786

  • 23 ઓક્ટોબરઃ 16,326

  • 24 ઓક્ટોબરઃ 15,906

  • 25 ઓક્ટોબરઃ  14,306


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 42 લાખ 15 હજાર 653

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 35 લાખ 97 હજાર 339

  • કુલ એક્ટિવ કેસઃ 1 લાખ 62 હજાર 661

  • કુલ મોતઃ 4 લાખ 55 હજાર 653


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 103 કરોડ 53 લાખ 25 હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 55 લાખ 89 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. 






કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા


કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે    દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં