India Corona Cases Today: ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,47 નવા કેસ નોંધાયા છે અને 54 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને  1,28,261 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,826 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,35,610 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 207,03,71,204 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 315,21,429 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.94 ટકા છે.





ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ



  • 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 8 ઓગસ્ટે 16,167 નવા સે નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.

  • 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.

  • 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.

  • 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

  • 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.


જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ


દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.