India Coronavirus Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ અને 378 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,82,520 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,196 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ
- 16 સપ્ટેમ્બરઃ 30,570
- 17 સપ્ટેમ્બરઃ34,403
- 18 સપ્ટેમ્બરઃ 35,662
- 19 સપ્ટેમ્બરઃ30,773
- 20 સપ્ટેમ્બરઃ 30,256
- 21 સપ્ટેમ્બરઃ 26,115
- 22 સપ્ટેમ્બરઃ 26,964
- 23 સપ્ટેમ્બરઃ 31,923
- 24 સપ્ટેમ્બરઃ 31,382
- 25 સપ્ટેમ્બરઃ 29,616
- 26 સપ્ટેમ્બરઃ 28,326
- 27 સપ્ટેમ્બરઃ 26,041
- 28 સપ્ટેમ્બરઃ 18,795
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 16 હજાર 451
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 86 હજાર 180
- કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 82 હજાર 520
- કુલ મોતઃ 4 લાખ 47 હજાર 751
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં અત્યાર સુધીમાં 87,66,63,490 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 54,13,332 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 56,74,50,185 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 15,04,713 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.