હરિદ્વાર:  સદગુરુ જગ્ગી વાસુદેવ અને બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બાબા રામદેવ સદગુરુનો બાઈકર અવતાર જોઈને આશ્ચર્યચકિત છે. વાસ્તવમાં હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં મહેમાનનું સ્વાગત કરવા માટે બાબા રામદેવ આચાર્ય બાલકૃષ્ણન રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે સદગુરુ આવ્યા ત્યારે બાબા રામદેવ ચોંકી ગયા હતા..... સદગુરુ જગ્ગી વાસુદેવ અને બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


સદગુરુનું બાઈક પર આવવાનું અનુમાન તો લગાવી શકાય પરંતુ તેઓ કુલ બાઈકિંગ ગિયર સાથે આવશે તેઓ કોઈને પણ અંદાજ નહોતો. સદગુરુએ જ્યારે હેલ્મેટ હટાવ્યું તો બાબા રામદેવે ધ્યાનથી જોયુ અને હસવા લાગ્યા હતાં. તેમણે હસતા કહ્યું કે તમે તો ઓળખાતા પણ નથી. પછી તેઓ  સદગુરુને પગે લાગ્યા હતા, આચાર્ય બાલકૃષ્ણએ પણ તેમને પગે લાગ્યા હતા અને ફુલ આપ્યું હતું.


સદગુરુનો બાઈક પ્રેમ પહેલા પણ સામે આવી ચૂક્યો છે. થોડા દિવસો પહેલા બાબા રામદેવ કોઈમ્બતૂર સ્થિત ઈશા ફાઉન્ડેશન ગયા તો ત્યાં જગ્ગી વાસુદેવે તેમને બાઈક પર બેસાડી આશ્રમની સફર કરાવી હતી.  સદગુરુ સાથે તેની ગાડીઓનો કાફલો પણ પહોંચ્યો હતો. કાર્યક્રમમાં સદગુરુએ બાબ રામદેવ સાથે યોગ અને ધ્યાનના વિષય પર ચર્ચા કરી.


કોણ છે સદગુરુ જગ્ગી વાસુદેવ


જગ્ગી વાસુદેવ ઉર્ફે સદગુરુ યોગ-ધ્યાનના ઉપદેશક છે. તેમણે ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ યોગને પ્રોત્સાહન આપવાનો અને તેને લોકો માટે સુલભ બનાવવાનો છે. ભારત સહિત ઘણા દેશોમાં ઈશા ફાઉન્ડેશન દ્વારા યોગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે, તેમાં ઈંગ્લેન્ડ, લેબેનોન, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ થાય છે.