Coronavirus Cases Today India: દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ઝડપથી ઘટી રહ્યા છે.  દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નાવ મામલામાં આજે સામાન્ય વધારો થયો છે. ગઈકાલે દેશમાં 2503 કેસ નોંધાયા હતા, જ્યારે આજે તેનાથી થોડા વધારા કેસ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધાયા છે અને 97 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4722 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0347 ટકા છે.



  • એક્ટિવ કેસઃ 33,917

  • કુલ ડિસ્ચાર્જઃ 4,24,46,171

  • કુલ મૃત્યુઆંકઃ 5,15,974

  • કુલ રસીકરણઃ 180,40,28,891





કોરોનાનો આવશે નવો વેરિઅન્ટ ?


દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે. દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી લીધા છે અને જનજીવનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. ટાટા ઈન્સ્ટિટયૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ કોરોના મહામારી અંતિમ તબક્કામાં પહોંચી નથી. દેશમાં ભવિષ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરોના મહામારી ખતમ થઈ છે કે નહીં તેનો આધાર નવો કોઈ વેરિઅન્ટ સામે આવે છે કે નહીં તેના પર છે તેમ તેમણે કહ્યું હતું.