India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ બે દિવસ સુધી ઘટ્યા બાદ ફરી વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ અને 311  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,718 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,77,020 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 12,161 નવા કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.  


છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ



  • 16 સપ્ટેમ્બરઃ 30,570

  • 17 સપ્ટેમ્બરઃ34,403

  • 18 સપ્ટેમ્બરઃ 35,662

  • 19 સપ્ટેમ્બરઃ30,773

  • 20 સપ્ટેમ્બરઃ 30,256

  • 21 સપ્ટેમ્બરઃ 26,115

  • 22 સપ્ટેમ્બરઃ 26,964

  • 23 સપ્ટેમ્બરઃ 31,923

  • 24 સપ્ટેમ્બરઃ 31,382

  • 25 સપ્ટેમ્બરઃ 29,616

  • 26 સપ્ટેમ્બરઃ 28,326

  • 27 સપ્ટેમ્બરઃ 26,041

  • 28 સપ્ટેમ્બરઃ 18,795

  • 29 સપ્ટેમ્બરઃ 18,870


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 37 લાખ 39 હજાર 980

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 30 લાખ 14 હજાર 898

  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 77 હજાર 020

  • કુલ મોતઃ 4 લાખ 48 હજાર 0652


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 88,34,70,578 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 65,34,306 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.   જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  




કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા


આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 56,89,56,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 15,06,254 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.