India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2756 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.15 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28,593 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 4,40,54,621 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,28,799 પર પહોંચ્યો છે. દેશમાં કોરોના રસીકરણનો કુલ આંક 218, 97,88,104 પર પહોંચ્યો છે, જેમાંથી ગઈકાલે 4,73,682 ડોઝ આપવામાં આવ્યા હતા.
કોરોના હજુ ગયો નથી, આ દેશોમાં ફરી માર્યો છે ફૂંફાડો
ભારતમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા છે, પરંતુ વિદેશમાં કોરોના કેસ વધવા લાગ્યા છે. યુરોપમાં શિયાળો જામવાની સાથે સાથે કોરોનાની એક નવી લહેર આવવાનું જોખમ પણ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ રસીઓના પ્રકાર બાબતે જે ભ્રમ પ્રવર્તી રહ્યા છે તેનાના કારણે બૂસ્ટર ડોઝની અસર પણ મર્યાદિત થઇ જવાની સંભાવના છે.સમરમાં બીએ.4 અને બીએ.5 પેટા વેરિઅન્ટ પ્રભાવી હતા તે જ હાલ મોટાભાગના કેસોનું કારણ જણાયા છે. ચિંતાનો વિષય એ છે કે ઓમિક્રોનના નવા પેટા વેરિઅન્ટ પણ બહાર આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે વિજ્ઞાાનીઓ ઓમિક્રોનના નવા સ્વરૂપો પર નજર રાખી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બહાર પાડેલા અઠવાડિક આંકડાઓ અનુસાર ઇટાલીમાં કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે આઇસીયુમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની સરખામણીમાં 21 ટકા દર્દીઓનો વધારો થયો છે. બ્રિટનમાં પણ આ અઠવાડિયે હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ભરતી થનારા દર્દીઓની સંખ્યામાં ગયા સપ્તાહની તુલનામાં 45 ટકાનો વધારો જણાયો છે. ઓમિક્રોન પર અસરકારક રસીઓ યુરોપમાં સપ્ટેમ્બરમાં જ આપવાની શરૂ થઇ હતી.
આ પણ વાંચોઃ
અંબાજીમાં મંગળા આરતીમાં ઉમટ્યાં ભક્તો, નવરાત્રી દરમિયાન મંદિરને થઈ આટલા કરોડની આવક