India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. થોડા થોડા દિવસથી રોજના બે લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે અને 441 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,88,157 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 44,889 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,31,000 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 18 જાન્યુઆરીએ 18,69,642 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 18,31,000
- કુલ ડિસ્ચાર્જઃ 3,55,83,039
- કુલ મૃત્યુઆંકઃ 4,87,202
- કુલ રસીકરણઃ 158,88,47,554 (જેમાંથી ગઈકાલે 76,35,229 ડોઝ આપવામાં આવ્યા હતા.)
ગુજરાતમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ
ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે વધુ રૌૈદ્ર સ્વરૂપ દેખાડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં રેકોર્ડ 17119 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં માર્ચ 2020માં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારબાદ રાજ્યમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. ગત વર્ષે ૯ જૂન બાદ રાજ્યમાં નોંધાયેલો સૌથી વધુ દૈનિક મરણાંક છે. જાન્યુઆરી માસના ૧૮ દિવસમાં જ રાજ્યમાં કુલ ૧,૨૪,૩૬૨ કેસ નોંધાઇ ચૂક્યા છે અને ૫૬ વ્યક્તિના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક ૭૯૬૦૦ છે જ્યારે ૧૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.