India Corona Cases: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ આગળ વધી છે. દૈનિક કેસોમાં નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી વધારે કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા એક લાખની અંદર પહોંચી છે. મંગળવાારે દેશમાં 6915 નવા કોરોના કેસ અને 180 લોકોના મોત થયા હતા. જ્યારે 16864 લોકો સાજા થયા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમા છેલ્લા 24 કલાકમાં 7554 નવા કેસ અને 223 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 14123 સંક્રમિતો સ્વસ્થ થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટમાં 



  • કુલ ડિસ્ચાર્જ: 4,23,38,673

  • એક્ટિવ કેસઃ 85,680

  • કુલ મૃત્યુઆંકઃ 5,14,246

  • કુલ રસીકરણઃ 177,79,92,977 (જેમાંથી 8,55,862 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)


ભારતમાં ક્યારે આવશે કોરોનાની ચોથી લહેર ?


દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડવાની સાથે જ ચોથી લહેરની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક્સપર્ટના કહેવા મુજબ, દેશમાં કોરોનાની ચોથી લહેર 22 જૂન આસપાસ શરૂ થઈ શકે છે. ચોથી લહેરની અસર 24 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ચોથી લહેરની ગંભીરતા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ પર નિર્ભર રહેશે.


ક્યારે હશે પીક


કોરોનાની ચોથી લહેરમાં બૂસ્ટર ડોઝ ઉપરાંત વેક્સિનેશનની સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સના કહેવા મુજબ, કોવિડ-19ની ચોથી લહેર ઓછામાં ઓછા ચાર મહિના સુધી ચાલશે. આ ભવિષ્ય્યવાણી 24 ફેબ્રુઆરી પ્રીપિંટ સર્વર  MedRxiv  માં પબ્લિશ થઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે ચોથી લહેરની પીક 15 ઓગસ્ટથી 31 સુધીમાં હશે. જે બાદ કેસમાં ઘટાડો થવાનું શરૂ થશે.


ત્રીજી વખત કરી કોરોના લહેરની ભવિષ્યવાણી


ત્રીજી વખત આઈઆઈટી કાનપુરના રિસર્ચર્સે દેશમાં કોવિડ-19 લહેરની ભવિષ્યવાણી કરી છે. તેમની ભવિષ્યવાણી ખાસ કરીને ત્રીજી લહેર અંગે સચોટ રહી છે. આ રિસર્ચ આઈઆઈટી કાનપુરના મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેંટના એસપી રાજેશભાઈ, સુભરા શંકર ઘર અને શલભે કરી હતી. પોતાની ભવિષ્યવાણી માટે ટીમે ગાણિતિક મોડલનો ઉપયોગ કરતા કહ્યું કે, કોરોનાની ચોથી લહેર કોરોના મહામારીની શરૂઆતના આશરે 936 દિવલ બાદ આવી શકે છે.


બૂટસ્ટેપ મેથડનો કરાયો પ્રયોગ


ચોથી લહેરનો અંદાજ બૂટસ્ટેપ નામની મેથડનો ઉપયોગ કરીને લગાવાયો છે. આ મેથડનો ઉપયોગ અન્ય દેશોમાં પણ ચોથી અને અન્ય લહેરની ભવિષ્યવાણીને લઈ કરવામાં આવી શકે છે.