Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 15માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે.    


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7774 નવા કેસ નોંધાયા છે અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8464 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 92,281 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 245 સંક્રમિતોના મોત થયા છે.  


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 132,93,84,230 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 89,56,784 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,89,459 ટેસ્ટ કરવામાં આવ્યા છે.





ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 90 હજાર 510

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 22 હજાર 795

  • એક્ટિવ કેસઃ 92 હજાર 281

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 434





આ પણ વાંચોઃ મોદી સરકારના રાજમાં કેટલી વિદેશી કંપનીઓએ ભારતમાં બિઝનેસ કરી દીધો બંધ, આંકડો જાણીને ચોંકી જશો


MP HC Recruitment 2021: હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને આસિસ્ટંટ સહિત હજારો પદ પર નીકળી ભરતી, જલદી કરો એપ્લાય