Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 52માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 155માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8309 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,03,859 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4350 કેસ નોંધાયા છે અને 19 સંક્રમિતોના મોત થયા છે.
ગત સપ્તાહે નોંધાયેલા કોરોનાના નોધાયેલા કેસ અને મૃત્યુ
રવિવારે 8774 નવા કેસ અને 621 લોકોના મોત થયા હતા. શનિવારે 8318 નવા કેસ અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે 10,549 નવા કેસ અને 488 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે 9119 નવા કેસ અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 122,41,68,929 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 42,04,171 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 80 હજાર 832
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 8 હજાર 183
- એક્ટિવ કેસઃ 1 લાખ 3 હજાર 859
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 790