મુંબઇઃ સાઉથ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના કારણે દુનિયાભરમાં ડરનો માહોલ છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે. હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી તે Omicron વેરિઅન્ટથી સંક્રમિત થયો છે કે નહીં. પોઝિટીવ વ્યક્તિને આઇસોલેશનમાં મોકલી લેવામાં આવ્યો છે.





કલ્યાણ-ડોમ્બિલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કહ્યું કે વ્યક્તિ સાઉથ આફ્રિકાથી ઠાણે જિલ્લાના ડોમ્બિલી પરત ફર્યો છે. અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી તેમાં Omicron વેરિઅન્ટથી પુષ્ટી થઇ શકી નથી. કોરોનાના નવા વેરિઅન્ટ B.1.1529 છેલ્લા સપ્તાહમાં સાઉથ આફ્રિકામાંથી મળ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને 'Variant of Concern' એટલે કે ચિંતાજનક જાહેર કર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટને Omicron નામ આપવામાં આવ્યું છે.






અધિકારીઓના મતે તેનું સેમ્પલ હવે જિનોમ સીક્વેન્સિંગ માટે મુંબઇ મોકલવામાં આવ્યું છે. જેનાથી જાણી શકાશે કે તે Omicronથી સંક્રમિત છે કે નહીં. KDMCની મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રતિભા પાનપાટિલે કહ્યું કે દર્દીના ભાઇની રિપોર્ટ નેગેટિવ આવી છે અને પરિવારના અન્ય સભ્યોની તપાસ કરવામાં આવી રહી છે.