Coronavirus Cases Today: દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ જોવા મળી રહ્યો છે. જોકે નવા મામલામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 10,126 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 332 લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની સંખ્યા 4 લાખ 61 હજાર 389 થઈ ગઈ છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 7124 નવા કેસ નોંધાયા છે અને 21 સંક્રમિતોના મોત થયા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,982 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 263 દિવસના નીચલા સ્તર 1,40,638પર પહોંચી છે. રિકવરી રેટ માર્ચ 2020 પછી સૌથી વધારે 98.34 ટકા છે.  દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 75 હજાર 86 લોકો ઠીક થયા છે.


વેક્સિનનો આંકડો 109 કરોડને પાર


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈકાલે 59 લાખ 8 હજાર 440 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ અત્યાર સુધીમાં 109 કરોડ 8 લાખ 16 હજાર 356 લોકોને વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે.






થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકે તેમ જણાવી ડો. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં  થનારી ભીડ વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.