India Corona Cases Today ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા  હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત બીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં  1,61,386  નવા કેસ નોંધાયા છે અને 1733 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,81,109 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 16,21,603 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 9.26 ટકા છે.


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં 1 ફેબ્રુઆરીએ 17,42,793 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 73,24,39,986 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કુલ એક્ટિવ કેસઃ 16.21,603


કુલ ડિસ્ચાર્જઃ  3,95,11,307


કુલ મૃત્યુઆંકઃ  4,97,975


કુલ રસીકરણઃ  167,29,42,707 (જેમાંથી ગઈકાલે 57,42,659 ડોઝ આપવામાં આવ્યા હતા.)  


જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં 5200 સંક્રમિતોના મોત


સ્વાસ્થ્ય મંત્રાલયના 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીના એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. 31 જાન્યુઆરીએ દેશમાં 959 લોકોના મોત થયા છે, જ્યારે 25 જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ 614 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.


કયા દિવસે કેટલા મૃત્યુ થયા



  • જાન્યુઆરી 31- 959

  • જાન્યુઆરી 30-891

  • જાન્યુઆરી 29-871

  • જાન્યુઆરી 28 - 627

  • જાન્યુઆરી 27-573

  • 26 જાન્યુઆરી - 665

  • જાન્યુઆરી 25-614

  • કુલ 7 દિવસ - કુલ 5200 મૃત્યુ