India Corona cases live update : છેલ્લા 24 કાલકમાં નોંધાયા 37,379 કેસ, 124નાં મોત

છેલ્લા 24 કલાકમાં કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા.

abp asmitaLast Updated: 04 Jan 2022 09:47 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્લીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124...More

દિલ્લીમાં વીકેન્ડ કર્ફ્યૂ

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે, ત્યારે કેટલાય રાજ્યોએ ફરી એકવાર નિયંત્રણ લાગું કરી દીધા છે. ત્યારે દિલ્લી સરકારે પણ વીકેન્ડ કર્ફ્યૂ લગાવી દીધું છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, DDMAએ કોવિડના વધારાને રોકવા માટે દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આવશ્યક સેવાઓમાં રોકાયેલા લોકો સિવાયના તમામ સરકારી અધિકારીઓ ઘરેથી કામ કરશે. ખાનગી ઓફિસોના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.