India Coronavirus Update: ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે.  ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 47,092 નવા કોરોના કેસ આવ્યા અને 509 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 35,181 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,911 એક્ટિવ કેસ વધ્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 32,803 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 173 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે. એટલેકે 69.65 ટકા માત્ર કેરળમાં જ નોંધાયા છે.


કેરળમાં શું છે કોરોનાની સ્થિતિ


આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ, કેરળમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,30,461 છે. જે ભારતમાં સૌથી વદારે છે. રાજ્યમાં અત્યાર સુધી 38,38,641 લોકો કોરોના સામે જંગ જીતી ગયા છે, જ્યારે 21,610 સંક્રમિતોના મોત થયા છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 28 લાખ 57 હજાર 937

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 20 લાખ 28 હજાર 825

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 89 હજાર 583

  • કુલ મોતઃ 4 લાખ 39 હજાર 529


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 66,30,37,334 લોકોને કોરોના રસીના ડોઝઆપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 81,09,244 લોકોને રસી અપાઈ હતી.