નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે થયેલા એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે દેશની અડધાથી વધુ વસ્તી માટે કોરોના રસીકરણના બે ડોઝ લેવા જરૂરી નથી. જ્યારે કોરોના સંક્રમણમાંથી સાજા થનારા લોકોમાં વેક્સિનનો પ્રથમ ડોઝ અસરકારક છે. બીજી રસપ્રદ વાત એ છે કે નવી દિલ્હી સ્થિત ભારતીય આયુર્વેદ  પરિષદે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. એવામાં નિષ્ણાંતોએ સરકારને કોરોના રસીકરણના કાર્યક્રમમાં ફેરફાર કરવાની માંગ કરી છે. સાત અભ્યાસ બાદ નિષ્ણાંતો આ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા.


એક રિપોર્ટ અનુસાર આઇસીએમઆરએ ચોથા સીરો સર્વે મારફતે નિષ્કર્મ નીકળ્યો હતો કે દેશની 67.6 ટકા વસ્તીમાં કોરોના વિરુદ્ધ એન્ટીબોડી મળી છે. જેનો અર્થ એ થયો કે દેશની અડધાથી વધુ વસ્તી બીજી લહેરમાં સંક્રમિત થઇ હતી અને  થોડા સમય બાદ સ્વસ્થ પણ થઇ ગઇ. આ કારણે તેમના શરીરમાં એન્ટીબોડી મળી છે. આ લોકોમાં વેક્સિનનો એક જ ડોઝ અસરદાર રહેશે. આ દરમિયાન એક કોવેક્સિન અને બે કોવિશિલ્ડના ડોઝ પર અભ્યાસ અનુસાર ત્રણેય અભ્યાસના પરિણામ એક સમાન છે. જે લોકોને કોરોના થયો હતો તેઓને સ્વસ્થ થયા બાદ વેક્સિનનો એક જ ડોઝ અસરદાર રહ્યો હતો.


આ જાણકારી સામે આવ્યા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવને કહ્યું કે, સરકાર રસીકરણના કાર્યક્રમમાં ફેરફાર કરવો જોઇએ. તેમનું કહેવું છે કે હવે આપણી પાસે પૂરતા પુરાવાઓ છે અને મોટા સ્તર પર દર્દીઓની સંખ્યા પણ છે. સરકારને રસીકરણ અગાઉ એન્ટીબોડી ટેસ્ટને ફરજિયાત કરી દેવો જોઇએ. જેનાથી રસીકરણમા સમય બચશે સાથે સાથે રૂપિયાની પણ બચત થશે.


T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાન (Oman)માં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે તમામ દેશોને પોતાની ટીમ જાહેરાત કરવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન એવી જાણકારી મળી છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટી-20 વર્લ્ડ કપ માટે 7 સપ્ટેમ્બરે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેરાત કરી શકે છે.


શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂ કામ, દર્શાવ્યું આ કારણ


BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ


T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક