નવી દિલ્હીઃ કોરોના સંકટ ફરી એક વખત દેશમાં પ્રસરી રહ્યું છે. આ વર્ષે 102 દિવસ બાર રેકોર્ડ પ્રથમ વખત 35000થી વધારે કોરોના કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ અહેવાલ અનુસાર, વિતેલા 24 કલાકમાં 35,871 હજાર નવા કોરોના કેસ આવ્યા અને 172 લોકોના મોત થયા છે. જોકે 17,741 લોકોના કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 5 ડિસેમ્બર 2020ના રોજ 36,011 કોરોના કેસ નોંધાયા હતા. 


લેટેસ્ટ આંકડા અનુસાર હવે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 14 લાખ 74 હજાર 605 થઈ ગાય છે. કુલ એક લાખ 59 હજાર 2016 લોકોના મોત થયા છે. એક કરોડ 10 લાખ 63 હજાર લોકોના કોરોનાથી મોત થયા છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 52 હજાર 364 થઈ છે એટલે કે આટલા લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત છે. 


મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ


મહાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રાત્રે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23179 નવા કેસ નોંધાયા હતા અને 84 લોકોનાં મોત નીપજ્યાં હતા.. રાજ્યમાં અત્યાર સુધી 23,70,507 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે.  મૃત્યુઆંક 53,080 લોકોના મોત થયા છે.  હાલમાં 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 


અંદાજે ચાર કરોડ લોકોને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણમાં 17 માર્ચ સુધી દેશભરમાં 3 કરોડ 71 લાખ 43 હજાર 255 સ્વાસ્થ્યકર્મીઓ વૃદ્ધો અને કોરોના યોદ્ધાઓએરસી અપાઈ છે. ગત દિન 20 લાખ 78 હજાર 719 લોકોને રસી મળી છે. રસીનો બીજો ડોઝ આપવાનું અભિયાન 13 ફેબ્રુઆરીથી શરુ થયો હતો. દેશમાં કોરાનાથી મૃત્યુદર 1.39 ટકા છે. જ્યારે રિકવરી રેટ લગભગ 97 ટકા છે. એક્ટિવ કેસ વધ્યા છે 2.05 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારતનું 11મું સ્થાન છે.