મુંબઈ:  મહાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રાત્રે આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 23179 નવા કેસ નોંધાયા હતા અને 84 લોકોનાં મોત નીપજ્યાં હતા..


રાજ્યમાં અત્યાર સુધી 23,70,507 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 21,63,391 લોકો સાજા થયા છે.  મૃત્યુઆંક 53,080 લોકોના મોત થયા છે.  હાલમાં 1,52,760 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 


આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં એક દિવસમાં કોવિડ -19 ના નવા 28,903 કેસ નોંધાયા છે, જેમાંથી  71.10 ટકા કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુના છે. મંત્રાલયે કહ્યું હતું કે નવા કેસોમાંથી ફક્ત મહારાષ્ટ્રમાંથી જ 61.8 ટકા કેસ છે.


કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કોરોના કેસોમાં વધારો થયો છે, જ્યારે દેશના 70 જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં સકારાત્મક કેસોના દરમાં 150 ટકાનો વધારો થયો છે.



પીએમ મોદીએ કહ્યું, 'જો આપણે અહીં આ વધતી જતી મહામારીને નહીં રોકીએ તો દેશવ્યાપી સંક્રમણની સ્થિતિ સર્જાઈ  શકે છે. આપણે કોરોનાની આ બીજી લહેરને તરત રોકવી પડશે. તેના માટે કડક અને નિર્ણાયક પગલા લેવા પડશે.