દેશમાં અત્યાર સુધી કુલ 1 કરોડ 8 લાખ 26 હજાર 363 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાંથી 1 લાખ 48 હજાર 766 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 1 કરોડ 5 લાખ 22 હજાર 601 કોરોના દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 54 હજાર 996 પર પહોંચ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિત કેસમાં દિવસેને દિવસે સતત ઘટાડો આવી રહ્યો છે પરંતુ હજુ પણ દરરોજ કોરોના કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં કોવિડ વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી કુલ 57 લાખ 75 હજાર 322 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી ચુકી છે.