કોલકાતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળના પ્રવાશે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી આસામમાં સવારે 11.45 વાગ્યે બે હોસ્પિટલોનું ખાતમૂહુર્ત કરશે અને સોનિતપૂર જિલ્લાના ઢેકિયાજુલીમાં રાજ્યના રાજમાર્ગો અને મુખ્ય જિલ્લાના રસ્તાના નેટવર્કને બહેતર બનાવવા માટેના  ‘અસોમ માલા’નો શુભારંભ કરશે. તેના બાદ લગભગ સાંજે 4.50 વાગ્યે પશ્ચિમ બંગાળના હલ્દિયામાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. બંગાળમાં પીએમ મોદીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર નહીં રહે.

આ સિવાય પીએમ મોદી બે મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું શિલાન્યાસ કરશે.જે બિસ્વનાથ અને ચરાઈદેવમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 1100 કરોડ રૂપિયાથી વધુ છે.

પશ્ચિમ બંગાળમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેનું નિર્માણ લગભગ 1100 કરોડ રૂપિયાના રોકાણ સાથે કરવામાં આવ્યું છે અને તેની ક્ષમતા 1 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. આ પ્રોજેક્ટથી બંગાળ અને પ્રૂર્વી તથા પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્યોને LPGની વધતી જરૂરિયાતોને પૂરી પાડશે અને રસોઈ ગેસ ઉપલબ્ધ કરશે.

પીએમ મોદી 348 કિલોમીટર લાંબી ડોભી-દુર્ગાપુર પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન ખંડ દેશને સમર્પિત કરશે. તે પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પરિયોજનાનો એક ભાગ છે. આ ઉપલબ્ધિ એક રાષ્ટ્ર એક ગેસ ગ્રિડ ના લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશમાં એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન છે. આ સિવાય વિવિધ યોજનાઓનો પણ શિલાન્યાસ કરશે.