India Coronavirus Updates: ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 હજાર 457 નવા કેસ નોંધાયા છે. 375 કોરોના સંક્રમિત દર્દીઓ આ સમયગાળા દરમિયાન મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન, એક્ટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં 3 લાખ 61 હજાર 340 એક્ટિવ દર્દીઓ છે. આ આંકડો 151 દિવસમાં સૌથી ઓછો છે.


હાલમાં દેશભરમાં કુલ 3,61,340 એક્ટિવ કેસ છે, જે છેલ્લા 151 દિવસોમાં સૌથી ઓછા છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસ રેટ 1.12 ટકા છે. તે માર્ચ 2020 થી પણ ઓછા છે. દેશમાં રિકવરી રેટ વધીને 97.54 ટકા થયો છે. માર્ચ 2020 પછી આ સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 36,347 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3,15,97,982 લોકો આ રોગચાળામાંથી સાજા થયા છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર 1.98 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 57 દિવસથી 3 ટકાથી નીચે રહ્યો છે. દૈનિક પોઝિટિવીટી દર પણ 2 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 26 દિવસથી ત્રણ ટકાથી નીચે નોંધાઈ રહ્યો છે.


બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે કહ્યું કે અમારા પ્રયાસોને કારણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર સુસ્ત બની રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું કે, રાજ્ય સરકારે સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 6  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 2,75,726 દર્દીઓનું રસીકરણ થયું છે.  રાજ્યમાં અત્યાર  સુધીમાં 4,22,69,128 લોકોનું રસીકરણ કરાયું છે. ગઈકાલે રાજ્યમાં 14 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,008 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 180 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,008 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 3,જામનગર 2, જુનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત 2, સુરત કોર્પોરેશન 2 અને ભાવનગર 1 કેસ સાથે કુલ 17 કેસ નોંધાયા છે.