કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં સરેરાશ રોજ 4000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. કોવિડ વાયરસ મુદ્દે WHOની ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને ભારતને ચેતાવણી આપી છે. 


WHOની ચીફ વૈજ્ઞાનિકે આપી ચેતાવણી 
કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં સરેરાશ રોજ 4000થી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. કોવિડ વાયરસ મુદ્દે WHOની ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને ભારતને ચેતાવણી આપી છે.  ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને કહ્યું કે, દેશને હજું કોવિડના મુશ્કેલ પડાવ પાર કરવાના બાકી છે. આવનાર 6-18  મહિના ભારત માટે ખૂબ જ મહત્વના રહેશે. ડો. સ્વામીનાથનને કહ્યું કે, બીજી લહેર બાદ પણ કોરોનાની હજું લડત બાકી છે. જેમાં આપણું શ્રેષ્ઠ પદર્શન જ આપણને બચાવી શકશે, તેમણે જણાવ્યું કે, આગામી 6થી12 મહિના દેશ માટે હજું પણ ખૂબ જ મહત્વના છે. આ સમય દરમિયાન વેક્સિનેશન અને તેનાથી બનતી એન્ટીબોડી આઠ મહિના સુધી રહે છે. જેમ જેમ સમય પસાર થાય છે, વધુ ડેટા એકઠા થઇ રહ્યાં છે. ચીફ વૈજ્ઞાનિક  સૌમ્યા સ્વામીનાાથને તબીબોને ટકોર કરતા કહ્યું કે, કોવિડમાં સ્ટીરોઇડનો આડેધડ ઉપયોગ દર્દી માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે. કોવિડની સારવાર માટે હેલ્થ કેર વર્કર WHOએ જાહેર કરેલ પ્રોટોકોલનો પાલન કરવું જરૂરી છે.  


વાયરસના મ્યૂટન્ટ પર આધારિત લડત
એક મીડિયાની આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ સામેની લડતનો આધાર મોટા  ભાગે વાયરસના બદલતા સ્વરૂપ પર રહેલો છે. મીડિયામાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આવનાર સમય દેશ માટે કેવો રહેશે તે વાયરસના મ્યુટન્ટ પર આધાર રાખે છે. વેરિયન્ટની સામે દેશી ક્ષમતા અને વેક્સિસથી બનતી ઇમ્યુનિટી કેટલા સમય લોકોને વાયરસથી રક્ષણ આપી શકે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે.
સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આ મહમારીનો અંત ચોક્કસ થશે. 2021ના અંત સુધીમાં જ્યારે 30 ટકા આબાદી વેક્સિનેટ થઇ જશે તો કોવિડથી મોતને આપણે ઘટાડી શકીશું. 2022માં વેક્સિનેશનમાં તેજી આવતા સ્થિતિ વધુ સુધરશે.ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આવનાર 6થી 12 મહિના ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવિડ-19ની માહમારીના હજું અનેક મુશ્કેલ પડાવ બાકી છે. B1.617 વેરિયન્ટ સંક્રમક છે વેરિયન્ટ મૂળ રીતે તો વાયરસના મ્યૂટન્ટ અથવા વિકસિત વર્જન હોય છે. તેના માટે વાયરસ જીનોમમાં પરિવર્તિત થતાં રહે છે. જે ખૂબ સામાન્ય વાત છે. RNA વાયરસ જેમ જેમ મલ્ટીપ્લાય થાય છે. તેમ તેમ વાયરસને તેમની નકલ (રેપ્લીકેન્ટ) કરવામાં મદદ મળે છે. જે વાયરસમાં થોડા બદલાવ લાવે છે. આ એક એરર છે. જેનું કોઇ ખાસ મહત્વ નથી. તે કોઇ પણ રીતે વાયરસને પ્રભાવિત નથી કરતો.


whoએ વેરિયન્ટ ઓફ કન્સર્નનાં ચાર વેરિયન્ટ સામેલ કર્યાં છે. તેમાં B 1.617 સૌથી નવો છે. જે સૌથી પહેલા ભારતમા આવ્યો હતો અને ત્યારબાદ 50 દેશોમાં ફેલાયો હતો. ડો સ્વામીનાથનને કહ્યું કે, B 1.617 નિશ્ચિતપણે સૌથી સંક્રમક વેરિયન્ટ છે. તે ઓરિજનલ સ્ટ્રનથી દોઢ ગણો સંક્રામક હોઇ શકે છે. તે બ્રિટનમાં ફેલાયેલા B 117 વેરિયન્ટથી વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. જેના કારણે ભારતની બીજી લહેરમાં આ સ્થિતિ થઇ.