Coronavirus Cases Today: દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી સતત 43 હજારથી વધારે કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોરોનાના કેસ નોંધાયા અને 555 સંક્રમિતોના મોત થાય છે. કેરળમાં સૌથી વધારે 22064 નવા કેસ સામે આવ્યા. જોકે દેશભમાં છેલ્લા 24 કલાકમાં 42360 લોકો કરોનાથી ઠેક થયા છે એટલે કે ગઈકાલે 1315 એક્ટિવ કેસ વધ્યા છે.


કોરોનાના કુલ કેસ


મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 15 લાખ 72 હજાર લોકો સંક્રમિત થાય છે. તેમાંથી 4 લાખ 23 હજાર 217 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 7 લાખ 43 હજાર લોકો ઠીક પણ થયા છે. દેશમાં કોરોનાના એક્ટવિ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર 155 લોકો હજુ પણ કોરોનાથી સંક્રમિત ચે, જેની સારવાર ચાલી રહી છે.


રસીના 45 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 29 જુલાઈ સુધી દેશભરમાં 45 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 51 લાખ 83 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે આઈસીએમઆર અનુસાર અત્યાર સુધીમાં 46 કરોડ 46 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 18.16 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આયા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછે છે.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટાક છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.28 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


ગુજરાતમાં કોરોના કેસ









અત્યાર સુધી 268 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 263 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,485 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે ગઈકાલે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 33 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.