સ્વાસ્થ્ય મંત્રાલયના તાડા આંકડા અનુસાર, હવે દેશમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 8 લાખ 92 હજાર થઈ ગયા છે. કુલ એક લાખ 55 હજાર 550 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક કરોડ છ લાગ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1,36,000 થઈ ગઈ છે. જેમની સારવાર ચાલી રહી છે.
18 રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત નહીં
કોરોનાથી છેલ્લી 24 કલાકમાં દેશમાં કોરોનાથી 103 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. પરંતુ દેશના 18 રાજ્ય એવા પણ છે જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડાથી મળી છે.
આ 18 રાજ્ય છે જ્યાં એક પણ મોત નથી થયાંઃ અંડમાન અને નીકોબાર દ્વીપ સમૂહ, આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, અસમ, દાદરા નગર હવેલી અને દમણ દીવ, ગોવા, ઝારખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, પુડ્ડુચેરી, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ
20.50 કરોડથી વધારે કોરોના ટેસ્ટ
આઈસીએમઆર અનુસાર, 12 ફેબ્રુઆરી સુધીમાં કોરોના વાયરસના કુલ 20.55 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 7 લાખ સેમ્પલ ગઈકાલે જ ટેસ્ટ કરવામાં આવ્યા હાલમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસથી રિકવરી રેટ 90 ટકાથી વધારે છે.
રાહતની વાત એ છે કે દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાથી મૃત્યુ દર 1.43 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.32 ટકા છે. એક્ટિવ કેસ 1.25 ટકા છે.