નવી દિલ્હી: દુનિયામાં સૌથી ઝડપથી કોરોના સંક્રમણ ભારતમાં ફેલાઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 85,362 નવા કેસ નોંધાયા છે અને 1089 લોકોના મોત થયા છે. બે સપ્ટેમ્બરથી સતત દેશમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.


દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 59,03,933 થઈ ગઈ છે. જેમાંથી 93,379 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખ 60 હજાર થઈ ગઈ છે અને 48 લાખ 49 હજાર લોકો સ્વસ્થ થયા છે. સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં સ્વસ્થ થયા દર્દીઓની સંખ્યા ચાર ગણી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે 50 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થવાની વચ્ચે દેશની સ્વાસ્થ્ય સેવાઓના કારણે મૃત્યુ દર ઓછો અને સ્વસ્થ થવાનો દર વધારે બનાવી રાખવામાં સફળતા મળી છે.

તેમણે કહ્યું કે દેશમાં કોવિડ-19 દર્દીઓના સ્વસ્થ થવાનો દર સતત વધી રહ્યો છે. મૃત્યુ દર પણ ઘટાડો થયો છે. હર્ષવર્ધને કહ્યું કે અમે પરીક્ષણ ક્ષમતાને સફળતાપૂર્વક વધારી છે.

દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક જ દિવસમાં 17794 નવા કેસ સામે આવતા શુક્રવારે કુલ સંખ્યા વધીને 1300757 પર પહોંચી ગઈ છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ