પટના: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. કોરોના સંકટમાં નવા નિયમો સાથે ચૂંટણીની સમિક્ષા રાજકીય પક્ષોએ પોતાની રીતે શરૂ કરી છે. પૂર્વ સાંસદ અને જાપ સુપ્રીમો પપ્પૂ યાદવ નવા નિયમોથી નારાજ છે. એમને ચૂંટણીની તારીખોને લઈ કોઈ વાંધો નથી પરંતુ ચૂંટણી પ્રચાર પર જે રોક લગાવવામાં આવી તેને લઈને નારાજગી છે.
નારાજગીના કારણે પપ્પૂ યાદવે કોર્ટના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે. પપ્પૂ યાદવ પોતાના વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે અને સોમવારે પીઆઈએલ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચથી નારાજ પપ્પૂ યાદવે કહ્યું ચૂંટણી પ્રચારની રીત બદલવામાં આવે અથવા કોરોના સંકટની આટલી ચિંતા હોય તો પછી ચૂંટણી કેમ કરાવો છો?
પપ્પૂ યાદવે કહ્યું ચૂંટણીથી કોઈ મુશ્કેલી નથી પરંતુ નવી નીતિનો વાંધો છે. બિહાર એટલું વિકસિત નથી કે વર્ચુઅલ પ્રચાર અને ચૂંટણી માટે તૈયાર હોય. અહીં 80 ટકા લોકો ઈન્ટરનેટથી દૂર છે.
ચૂંટણી પંચે જે મહત્વપૂર્ણ બદલાવ કર્યા
1. ઉમેદવાર પોતાનું નામાંકન ઓનલાઈન ભરૂ શકે છે. તેન લઈ તેણે ચૂંટણી પંચની ઓફિસ આવવાની જરૂર નથી.
2. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. એક સમયમાં પાંચથી વધુ લોકો કોઈના ઘરે જઈ પ્રચાર નહી કરી શકે.
3. સોશિયલ મીડિયાનો દુરપયોગ કરવા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની વાત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચૂંટણી નિયમોનું પાલન કરશે.
4. રોડ શો માટે 5 વાહનોને મંજૂરી આપવામાં આવી છે. નામાંકન કરવા સમયે 2 વાહનો હશે.
5.ચૂંટણી પ્રચાર માત્ર વર્ચુઅલ હશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
Bihar Election: ચૂંટણી પંચ સામે JAP સુપ્રીમો પપ્પૂ યાદવ જઈ શકે છે કોર્ટમાં, જાણો શું છે સમગ્ર મામલો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2020 08:47 PM (IST)
બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે. કોરોના સંકટમાં નવા નિયમો સાથે ચૂંટણીની સમિક્ષા રાજકીય પક્ષોએ પોતાની રીતે શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -